તમે Facebook માં લૉગ ઇન કરવા કે જોડાવા માગો છો?
જો તમે તમારા Facebook એકાઉન્ટમાં લોગ ઇન કરી શકતા ન હો તો તે એકાઉન્ટને રિકવર કરવું
જો તમને એ વાતની શંકા હોય કે તમારું એકાઉન્ટ હેક થયું હતું, તો આની પહેલાં Facebookમાં લોગ ઇન કરવા માટે તમે જેનો ઉપયોગ કર્યો હોય તેવા કોઈ ડિવાઇસ પર www.facebook.com/hackedની મુલાકાત લો.
જો તમને Facebook ઍપમાં લોગ ઇન કરવામાં મુશ્કેલી આવી રહી હોય
  • એ વાતની ખાતરી કરો કે તમારી પાસે Facebook ઍપનું નવીનતમ વર્ઝન ઇન્સ્ટોલ કરેલું છે અથવા તો ઍપને ડિલીટ કરીને ફરીથી ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરો.
  • તેને બદલે મોબાઇલ બ્રાઉઝર (ઉદાહરણ: Chrome, Safari)માંથી લોગ ઇન કરવાનો પ્રયાસ કરો.
જો તેનાથી કામ થતું નથી, તો અહીં કેટલીક અન્ય બાબતો આપી છે કે જેને તમે અજમાવી શકો છો.
જેને તમે લોગ ઇન કરવા માટે ઉપયોગમાં લો છો તે ઇમેઇલ એડ્રેસ અથવા મોબાઇલ ફોન નંબરને જો તમે એક્સેસ કરી શકો છો
જો તમે હજી પણ અમારા તરફથી ઇમેઇલ અને ટેક્સ્ટ મેસેજ મેળવી શકો છો, તો તમારા પાસવર્ડને રિસેટ કરવા માટે રહેલાં પગલાંને અનુસરવાનો પ્રયાસ કરો.
જો તમને તમારા પાસવર્ડને રિસેટ કરવા માટે અમારા તરફથી કોડ મળી રહ્યા ન હોય, તો:
  • એ વાતની ખાતરી કરો કે કોડ તમારા સ્પામ કે જંક ફોલ્ડરમાં જતો રહ્યો નથી.
  • તમારા કનેક્શનને તપાસો. કોડ મેળવવા માટે તમને સિગ્નલની જરૂર પડશે.
  • થોડીક મિનિટ રાહ જુઓ, તે પછી નવા કોડની વિનંતી કરવાનો પ્રયાસ કરો.
જો તમને હવે તમારા એકાઉન્ટના ઇમેઇલ એડ્રેસ અથવા મોબાઇલ ફોન નંબરની એક્સેસ ન હોય
જો તમને અમારા તરફથી મોકલવામાં આવતા ઇમેઇલ કે ટેક્સ્ટ મેસેજ મળી શકતા ન હોય, તો તેમ એટલા માટે હોઈ શકે કે તમે તમારો ફોન ગુમાવી દીધો અથવા અપગ્રેડ કર્યો હતો અથવા તમારું ઇમેઇલ એકાઉન્ટ હેક થયું હતું, જો તમે તમારા એકાઉન્ટ પર રહેલા ઇમેઇલ અથવા ફોન નંબરને એક્સેસ કરી શકતા ન હો તો તમારા એકાઉન્ટને કેવી રીતે રિકવર કરવું તે જાણો.
જો તમને લાગે કે તમારું એકાઉન્ટ હેક થયું હતું
જો તમને લાગે કે તમે લોગ ઇન કરી શકતા નથી તેનું કારણ એ છે કે તમારું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે તો શું કરવું તે જાણો.
ગુજરાતી
+
Meta © 2025